આંખની સંજીવની - ડોડી जीवन्ती, डोडी, जिउन्ति, Jivanti, ડોડી, જીવંતી
આંખોની નબળાઈ પેઢી દર પેઢી સુધી દૂર કરે છે. जीवन्ती, डोडी, जिउन्ति, Jivanti, ડોડી, જીવંતી ડોડી-જીવંતી : જીવનને નીરોગી રાખનાર અને પ્રાણશક્તી આપે તે જીવંતી. શાકમાત્રમાં એ શ્રેષ્ઠ છે. એને ગુજરાતીમાં દોદી, ડોડી, ખરખોડી, ચડારુડી વગેરે પણ કહે છે. એના વેલા વાડો પર ચડેલા હોય છે. બારે માસ લીલીછમ રહે છે. તેની ડુંખો, કોમળ પાન, ફુલ, બધું જ મીઠું અને સ્વાદીષ્ટ હોય છે. પાન તોડીને સીધાં ખાઈ શકાય છે. ડોડી મધુર, બળ આપનાર, શીતળ, લોહીના અને પીત્તના વીકારો શાંત કરનાર અને કોઠાનો લોહીવા અથવા રતવા મટાડનાર છે. એ બળ આપનાર, મૈથુનશક્તી વધારનાર અને શરીરની સર્વ ધાતુઓને સમાન કરનાર છે. (૧) ડોડીના સુકા મુળનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ તાજા દુધ સાથે ફાકવાથી મૈથુનશક્તી વધે છે. (૨) ડોડીના સુકા મુળના ચુર્ણથી ઝીણો તાવ, દાહ, અશક્તી, ઉધરસ વગેરે પણ મટે છે. (૩) ડોડીના સુકા મુળના ચુર્ણથી વજન વધે છે. ત્રણેક મહીના આ ચુર્ણનો ઉપયોગ કરવો. (૪) ડોડીમાં વીટામીન ‘એ’ રહેલુ હોવાથી રતાંધણાપણું મટાડે છે. (૫) ડોડીના પાનનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે અને આંખાોની નબળાઈ મટે છે. ડોડી ઉત્તમ જીવનીય ઔ...