આંખની સંજીવની - ડોડી जीवन्ती, डोडी, जिउन्ति, Jivanti, ડોડી, જીવંતી



આંખોની નબળાઈ પેઢી દર પેઢી સુધી દૂર કરે છે.

जीवन्ती, डोडी, जिउन्ति, Jivanti, ડોડી, જીવંતી ડોડી-જીવંતી :

જીવનને નીરોગી રાખનાર અને પ્રાણશક્તી આપે તે જીવંતી. શાકમાત્રમાં એ શ્રેષ્ઠ છે. એને ગુજરાતીમાં દોદી, ડોડી, ખરખોડી, ચડારુડી વગેરે પણ કહે છે. એના વેલા વાડો પર ચડેલા હોય છે. બારે માસ લીલીછમ રહે છે. તેની ડુંખો, કોમળ પાન, ફુલ, બધું જ મીઠું અને સ્વાદીષ્ટ હોય છે. પાન તોડીને સીધાં ખાઈ શકાય છે. ડોડી મધુર, બળ આપનાર, શીતળ, લોહીના અને પીત્તના વીકારો શાંત કરનાર અને કોઠાનો લોહીવા અથવા રતવા મટાડનાર છે. એ બળ આપનાર, મૈથુનશક્તી વધારનાર અને શરીરની સર્વ ધાતુઓને સમાન કરનાર છે. (૧) ડોડીના સુકા મુળનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ તાજા દુધ સાથે ફાકવાથી મૈથુનશક્તી વધે છે. (૨) ડોડીના સુકા મુળના ચુર્ણથી ઝીણો તાવ, દાહ, અશક્તી, ઉધરસ વગેરે પણ મટે છે. (૩) ડોડીના સુકા મુળના ચુર્ણથી વજન વધે છે. ત્રણેક મહીના આ ચુર્ણનો ઉપયોગ કરવો. (૪) ડોડીમાં વીટામીન ‘એ’ રહેલુ હોવાથી રતાંધણાપણું મટાડે છે. (૫) ડોડીના પાનનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે અને આંખાોની નબળાઈ મટે છે. ડોડી ઉત્તમ જીવનીય ઔષધ છે.

Sanskrit-जीवन्ती, जीवनी, जीवा, जीवनीया, मधुस्रवा, माङ्गल्यनामधेया, शाकश्रेष्ठा, डोडा;
Hindi-जीवन्ती, डोडी;
Kannada-डोडीसोप्पू (Dodisoppu), पालातीगाबल्ली (Palateegeballi)
Gujarati-क्षीरखोडी (Khirkhodi), नहानीडोडी (Nahanidodi)
Tamil-पलैक्कोडी (Palaikkodi), पलाकुडई (Palakudai)
Telugu-कालासा (Kalasa), मुक्कूतुम्मुडु (Mukkutummudu)
Marathi-डोडी (Dodi), रायदोडी (Raidodi)
Malayalam-अतापतियन (Atapatiyan), अताकोदियन (Atakodiyan)
English-कॉर्क स्वॉलो वर्ट (Cork swallow wort)


Disclaimer: इस चैनल में बताई गई सभी जानकारी प्राचीन आयुर्वेद ग्रंथों तथा सालों से चली आई और हमारी दादी नानियों के द्वारा उपयोग की जाने वाले नुस्खों पर आधारित है. यह भी सही है कि हर एक का शरीर एक दुसरे से अलग होता है और तासीर अलग होती है सभी वनस्पति सभी के लिए लाभदायक साबित नहीं होती इसलिए किसी भी वनस्पति का का प्रयोग आप अपने संयम से करें तथा किसी पेड़-पौधे /फल के प्रयोग से पहले किसी चिकित्सक या किसी जानकार की सलाह जरूर लें. हमारे द्वारा बताई गई किसी भी जानकारी से किसी को किसी भी प्रकार की कोई परेशानी होती है तो इसका जिम्मेदार हमारा चैनल या हम नहीं होंगे.

બીજ બેંકના સરનામા માટે વિડિયો ને અંત સુધી જુઓ...

Comments